Wednesday, March 25, 2020

કોરોના ત્સુનામી

કોરોના, કોરોના, કોરોના what is Corona આ એ વાઇરસ છે જેણે વિશ્વના દરેક નાગરિકોની ઉંઘ હરામ કરી નાખી છે .આમ તો આ શબ્દ છેલ્લા પંદર દિવસ થી આ વાઇરસ જે નરી આંખે ન દેખાઈ તે વાઇરસ નો ભારતમાં પણ પગપેસારો થયો છે.વિદ્વાન વૈજ્ઞાનિકો ના મતે આ ચીનની  વુહાન જૈવિક હથિયાર બનાવતી લેબોરેટરી માંથી નીકળીને ફેલાયો છે. જે દુશ્મન દેશ પર છોડવામાં આવે છે જેનાથી સરળતાથી નરસંહાર થઈ શકે ઘણા વૈજ્ઞાનિકો કહે છે આ ચીનના લોકોની માસંહાર ખાવાની વૃત્તિ માંથી પ્રગટ થયો છે. આજે હોય તે પરંતુ મારા મતે આ કુદરત ની એક સનસનાટી ભરી થપાટ છે. આ કાંઈ પહેલીવાર નથી થયું ભૂતકાળમાં આ નરસંહારે એક સદીએ એકાદ રોગચાળાએ આંટો મારીને નરસંહાર સર્જ્યો હતો.
ઇ.સ 1620 (ફ્લૂ ન્યુ ઇંગ્લેન્ડ )જે વખતે અમેરિકા પણ ગુલામ હતું આ રોગચાળાએ ૨૧ થી ૨૪ હજાર માનવીનો નરસંહાર કર્યો હતો. 
ઇ.સ 1720( પ્લેગ ફ્રાન્સ )બે દાયકા પહેલા ડાયમંડ સીટી સુરત પણ પ્લેગનો ભોગ બન્યું હતુ.  પરંતુ પ્લેગનો પહેલો કેસ મારસેઇલ શહેરમાં થયો હતો. આ રોગચાળો એક લાખ લોકોને ગળી  ગયો હતો.
ઇ.સ 1820 (કોલેરા એશિયા) ભારતને કોલેરાના વતન તરીકે ઓળખવામાં આવે છે. કોલેરાએ પણ ઘણા દેશોમાં પરિવહન કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 
ઇ.સ 1920  (સ્પેનિશ ફ્લુ ).1914 થી 1918 પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધ દુનિયાના દરેક દેશને આ ફ્લૂની અસર થઇ હતી. પ્રથમ કેસ 1919 માં નજર સામે આવ્યો અત્યાર સુધીનો આ સૌથી ભયંકર ફ્લુ જેણે દુનિયાની 5 થી 7 % વસ્તીનો  સફાયો બોલાવી દીધો હતો. ભારતમાં આની એન્ટ્રી 1918 મા મુંબઈના જહાજ મારફતે થઈ હતી જેણે ભારતમાં મોટાપાયે નરસંહાર  સર્જીને હાહાકાર મચાવ્યો હતો.જેનો મૃત્યુઆંક 1.25% જેટલો હતો .જેણે  દુનિયા હજી ભૂલી શકી નથી. 
 2020 (કોરોના )
ભૂતકાળ ના ઇતિહાસ ની સામે આ સાવ નાનો છે પરંતુ દુનિયાના ૧૦૦ કરતા પણ વધુ દેશો માં આ રોગચાળો પ્રસરી ચૂક્યો છે ટેકનોલોજી અને મેડિકલ સેવાના કારણે મૃત્યુઆંક કાબુ માં છે પરંતુ મૂળથી નાશ કરવાનો રસ્તો હજી સુધી શોધાયો નથી.
ચીન થી શરૂ થયેલા આ રોગે દરેક દેશને ભરડા માં લીધો છે પરંતુ આ  ઈશ્વર નો સાંકેતિક ઈશારો છે કેમકે આજનો માનવી એ હદે સ્વાર્થીલો થઈ ગયો છે જેમકે તે પ્રકૃતિ ,પ્રાણી ,અને સૃષ્ટિ નુ નિકંદન વાળી રહ્યો છે . તેના ઉપર આ એક માનવીને જો સમજાય તો સાંકેતિક ઈશારો જ છે  આટલી જ વાર લાગે છે . અત્યારે રસ્તાઓ વાહન વ્યવહાર રોજિંદી ઘટનાઓ બધું ઠપ થઈ ગયું છે આ બધું બંધ થવાને કારણે લોકો આર્થિક સમસ્યાઓ નો સામનો પણ કરી રહ્યા છે અને આવનાર સમય મા પરિસ્થિતિ  બહુ વિકટ પણ બની શકે છે.આજોતાં એવું લાગે છે એ માનવજાત તારે થોડી બદલવાની પણ જરૂર છે.
આના પરથી એવુ લાગે છે કે 
"કર્મનો  એકાદ જૂનો સિદ્ધાંત લાગુ પડયો છે પશુ પંખી આઝાદ ને માણસ પાંજરે પુરાયો છે."
#Stay Home
#Take care your self and family members
#Please co operates with Police  and system.
#Fight against Pandemic Disease
#Heartily Salute to Doctor and medical staff.

3 comments:

  1. क्या खूब कुदरत का निजाम है, आजाद है परिंदे और क़ैद है इन्सान..

    ReplyDelete
  2. Well information provide in this blog.Thank you

    ReplyDelete
  3. Very good content and it provides positivity for fight with present situation as well as we must keep in our mind about take care of nature otherwise nature can play with us nicely

    ReplyDelete

Mind Uploading....... !

# Will Make Humans Immortal in Digital World? This article shows that your brain is in a healthy state (it is firmly, safely, inside the sku...